હરિયાણા મહિલા કોંગ્રેસના ભૂતપૂર્વ મહાસચિવ સુચિત્રા દેવીના પતિ ગૌરવ કુમારે ૨૦૨૪ ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બાવલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે કોંગ્રેસ નેતાઓને રૂ. ૭ કરોડ ચૂકવ્યા હોવાનો દાવો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના સાઉથ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર બાવલ વિધાનસભા બેઠકની ટિકિટ માટે રૂ. ૭ કરોડ સ્વીકારવાનો આરોપ છે.
નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા કેસમાં, મહિલા કોંગ્રેસના ભૂતપૂર્વ મહાસચિવ સુચિત્રા દેવીના પતિએ આરોપ લગાવ્યો છે કે હરિયાણાની બાવલ વિધાનસભા બેઠક માટે ટિકિટ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સહયોગીઓને રૂ. ૭ કરોડ ચૂકવવામાં આવ્યા હતા. હરિયાણા વિધાનસભા બેઠકની ટિકિટના વેચાણ સંદર્ભે ગૌરવ કુમારની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે  નોંધી છે.
સૂત્રો અનુસાર, દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા કેસમાં કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, અને નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશને આ મામલાની તપાસ શરૂ કરી છે. પતિ ગૌરવ કુમાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગૌરવ કુમારે આરોપ લગાવ્યો હતો કે કે.સી. વેણુગોપાલ અને કોડિકુન્નિલ સુરેશ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ આ વ્યવહારમાં સામેલ હતા.
ગૌરવનો દાવો છે કે તેણે પોતાની પત્ની માટે ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને તેમના સહયોગીઓને આશરે ૭ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેનો આરોપ છે કે ન તો તેને ટિકિટ મળી અને ન તો તેના પૈસા પરત કરવામાં આવ્યા. તેણે પુરાવા તરીકે દિલ્હી પોલીસ કમિશનરને વોટ્‌સએપ ચેટ અને અન્ય દસ્તાવેજા સબમિટ કર્યા છે. તેમણે સમજાવ્યું, “અમે આ કેસમાં અસંખ્ય પુરાવા પૂરા પાડ્યા છે, જેમાં બેંક સ્ટેટમેન્ટ અને ઓડિયો રેકો‹ડગનો સમાવેશ થાય છે.”
અગાઉ ગૌરવે દાવો કર્યો હતો કે તેમને આ મામલે કેસી વેણુગોપાલના નજીકના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને ૨ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમને પ્રેસ બ્રીફિંગમાં તેમની વિરુદ્ધ ખોટા નિવેદનો આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ કેસી વેણુગોપાલ ભૂલી ગયા હતા કે અમારા પણ સંબંધો છે. તમે પૈસા આપીને કંઈપણ કાવતરું કરી શકતા નથી. જા તમે મારી વિરુદ્ધ નિવેદન આપવા માટે ૨ કરોડ રૂપિયા આપી શકો છો, તો તે પૈસા મને પરત કરો.
એ નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભાજપ સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવનાર પ્રથમ પક્ષ બન્યો. ભાજપે ૯૦ બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં જરૂરી ૪૬ થી વધુ બે બેઠકો જીતીને સત્તા મેળવી, જ્યારે કોંગ્રેસને ૩૭ બેઠકોથી સંતોષ માનવો પડ્યો.