અમરેલી જિલ્લામાં સામાન્ય વાતમાં મહિલાઓ મોતને મીઠું કરતા હોવાના બનાવો બનવા પામ્યા છે. જેમાં લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા અને બાબરાના વાવડી ગામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે રહેતા દિલીપભાઈ બાબુભાઈ ભીમાણીના પત્ની રસીલાબેને કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ જયારે બાબરાના વાવડી ગામે રહેતા જયાબેન જીતુભાઈ સાડમીયા નામની મહિલાએ પણ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયા તેમનું મોત થયુ હતુ. આમ, જિલ્લામાં બે પરિણીતાએ મોતને મીઠુ કરતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.