૧૧.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ રેમો ડિસોઝા સહિત ૭ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. આવી રહેલા સમાચારો વચ્ચે રેમોએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોકોને ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ કરી હતી. પરંતુ હવે રેમો અને તેની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.અને કહ્યું છે કે કોઈ પણ આધાર વગર તેમના નામને વિવાદમાં ઘસડી રહ્યા છે.
રેમો અને લીઝલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રેમોએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે આવી કોઈ બાબતમાં સામેલ નથી. તેણે કહ્યું, “હું આ મામલાને લઈને ખૂબ જ દુઃખી છું, કારણ કે ૧૧.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે મારે કે લિઝલને કોઈ લેવાદેવા નથી. રેમો ડિસોઝા એન્ટરટેઈનમેન્ટ પણ આમાં કોઈ રીતે સામેલ નથી. કોઈપણ તથ્યોની જાણ કર્યા વિના આ છેતરપિંડી સાથે અમારું નામ જાડવામાં આવી રહ્યું છે.”
આ છેતરપિંડીના કેસ વિશે વિગતવાર વાત કરતા રેમોએ કહ્યું કે, વાસ્તવમાં આ કેસ પ્રખ્યાત ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’થી શરૂ થયો હતો. રેમોના શો ‘ડાન્સ પ્લસ’ની ચોથી સીઝનમાં જાડાયા બાદ આ ગ્રુપે ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’માં ભાગ લીધો હતો. રેમોના જણાવ્યા મુજબ ગ્રુપમાં થોડો વિવાદ શરૂ થયો હતો, જે પછી તે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને તે પછી બંનેએ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું.
રેમોએ કહ્યું કે આ આખો મામલો આ ગ્રુપના વિવાદો સાથે જાડાયેલો છે. જેમાં અમે કોઈપણ રીતે સામેલ નથી. મારું નામ સામે આવી રહ્યું છે. કારણ કે હું તેને ડાન્સ શોના કારણે ઓળખું છું. રેમોએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે આ ગ્રુપ વિશે એક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો હતો. ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે રેમોએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને લોકોને આ મામલે ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ કરી.