થોડી ધીમે ચાલે ચાલી જતી હતી. આવા વગડાઉ વિસ્તારમાં એક અલ્લડ ને જુવાન છોકરીનું દ્રશ્ય ખુબ સુંદર લાગે. આવા ચિત્રનું દર્શન કોઈકને જ થાય. આ પણ એક લહાવો છે. કેવી મસ્ત મધુરી છોકરી. તરવરાટ તેના અંગ અંગમાં ફૂટી નીકળ્યો હતો. પ્રભુએ આવી સરસ પૂતળી બનાવીને કદાચ હાથ ધોઈ નાખ્યા હશે. હમણા હમણા તેનું યૌવન પણ સોળે કળાએ ખીલી ઉઠયુ હતું. જરા અમસ્તી સ્મિત કરતી ત્યાં તો ગાલના ગલગોટામાં ઉંડા ખાડા સ્પષ્ટ દેખાતા ને એ ખાડાની ફરતે ઉપસતા રૂપાળા વલયો કોઈપણ માનવજાતને મીઠા-મધુરાં લાગ્યા વગર ન રહે. અલૌકિક મધુરપ ને નમણાઈ જાણે તેના આખા દેહને વીંટળાઈ વળી હતી. માથા પરના લાંબા લાંબા કાળા વાળ કોઈ કાળોતરા નાગને પણ શરમાવો તેવા હતા. તે ચાલતી ત્યારે યૌવનના સાક્ષીરૂપે ઉગેલા નાનાં-મોટા અંગોની તાલબધ્ધ ઉછળકૂદ આંખોની આરપાર ઉતરી જતી. આવું બધું જ જાવું પ્રિય થઈ પડતું. ભાગ્યમાં લખ્યું હોય તો આવું દ્રશ્ય નજરે જાવા મળે. હા, લાગે કે આવી રૂપભરી અનેક રસથી તરબતર નીતરતી કન્યા જેના ભાગ્યમાં લખાઈ હશે તેનો તો સાત જન્મારો સફળ થયો માનો.
બંસી ખેતર ભણી ચાલતી રહી. દૂરથી ખેતર દેખાવા લાગ્યું. પસાભાઈને આપવાના એક હજાર રૂપિયા બંસીએ સાચવીને રાખ્યા હતા. રૂપિયા છે ને….એ ફરીવાર તપાસી લીધુ. ખેતરથી થોડે જ છેટે બંસી પહોંચી તો તેને ઓરડી પાસે જે લીંમડાનું મોટું એક ઝાડ હતું તેની નીચે એક ઘોડો દેખાયો. એ સાથે જ એ ઝબકી, વિચાર આવ્યોઃ દર્શન મારે ખેતરે આવ્યો હશે?! કદાચ આવ્યો પણ હોય. મનમાં વિચારી બંસીએ તેની ઝડપ વધારી. થોડી નજીક…..એનાથી થોડી નજીક……પહોંચતા તેને દેખાયું કે ઘોડો તો દર્શનનો જ હતો. પોતાના ખેતરમાં પ્રવેશી. દર્શનના ઘોડાને તે સારી રીતે ઓળખી શકતી. જેવી બંસી થોડી નજીક આવી કે ઘોડાએ હણહણાટી આદરી…..જાણે સ્વાગત કર્યું.
દર્શનનો ઘોડો હતો એ ચોક્કસ પણ દર્શન કયાંય નજરે ન ચડયો, દેખાયો નહી. પસાભાઈ પણ ખેતરમાં કાંઈ દેખાતા ન હતા. પવનના સૂસવાટા જ માત્ર સંભળાતા હતા. ને બંસીના વાળની એકાદ-બે અલ્લડ લટોને આમ-તેમ નચાવતા હતા. થોડીવાર તે એમ જ ઉભી રહી પછી થાકીને અંતે નજીકમાં પડેલ ખાટલા પર લમણે હાથ દઈ બેઠી.
થોડીવાર થઈ છતાં દર્શન દેખાયો નહી. કયા ગયો હશે? બંસી વિચારતી હતી ત્યાં તો તેના માથા પર પાકી-કાચી લીંબોળીઓનો વરસાદ વરસ્યો જાણે. અચાનક આવું થતા બંસીએ તેના બંન્ને હાથ પોતાના મસ્તક પર રાખી હેબતાઈને ઉભી થઈ ગઈ. લીંબોળી જયાંથી તેના માથા પર વરસી તે તરફ તેણે તેની નજર ઉંચી કરીને જાયુ ને……તેની આંખો ત્યાં જ સ્થિર થઈ ગઈ. લીમડાના ઝાડની એક મજબૂત ડાળી પર બેસી દર્શન ધીમે ધીમે ઝૂલતો હસી રહ્યો હતો.(ક્રમશઃ)