ખાંભા પોલીસે હનુમાન જયંતિના પવિત્ર અવસરે હનુમાન ગાળા ખાતે દર્શનાર્થીઓ માટે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કર્યું હતું. આકરા ઉનાળાના ગરમીના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો અને રાહદારીઓને રાહત આપવાના ઉમદા હેતુથી આ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ પોતે જ હાજર રહીને સૌને ઠંડી છાશનું વિતરણ કર્યું હતું અને આ સેવાનો અસંખ્ય ભક્તોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. સ્થાનિક લોકો તેમજ આગેવાનો દ્વારા પોલીસના આ સંવેદનશીલ પ્રયાસને ખૂબ બિરદાવવામાં આવ્યો હતો.









































