વડીયાના હનુમાન ખીજડીયા ગામની ચારણ સમઢીયાળા સીમમાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેતપુરના થાણા ગાલોલમાં રહેતા સોનલબેન શામજીભાઈ પરમાર (ઉ.વ.૩૮) તથા ભીખાભાઈ ઉર્ફે ભોલો જીણાભાઈ મકવાણા (ઉ.વ.૩૫) પાસ પરમીટ વગર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતાં ઝડપાયા હતા. પોલીસે દેશી દારૂ ૨૫ લીટર, ગરમ વોશ ૩૦ લીટર, દેશી દારૂ બનાવવાનો આથો ૨૫૦ લીટર, ભઠ્ઠીના સાધનો મળી કુલ ૧૫,૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ
બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૮ પ્યાસી પકડાયા હતા. બાબરામાં એક મહિલા પાસેથી ૧૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.