ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ હજુ સુધી મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી નથી કે તે આગામી વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેશે કે નહીં. આ ટુર્નામેન્ટ ૨૫ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધી અમદાવાદ, રાજકોટ, જયપુર અને બેંગલુરુમાં રમાશે, નોકઆઉટ મેચો બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે.એમસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને રોહિત શર્મા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી.સુત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું, “જ્યાં સુધી હું જાણું છું, અમને તેની ઉપલબ્ધતા અંગે કોઈ માહિતી મળી નથી.” દરમિયાન, બીસીસીઆઇ અધિકારીઓ કહે છે કે રાષ્ટ્રીય પસંદગી માટે સ્થાનિક ટુર્નામેન્ટમાં ખેલાડીઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે.રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન વનડે ફોર્મેટ પર કેન્દ્રિત કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની વનડે શ્રેણીમાં રોહિત ઉત્તમ ફોર્મમાં હતો. તેણે બીજી મેચમાં ૭૩ રન અને ત્રીજી અને અંતિમ વનડેમાં અણનમ ૧૨૧ રન બનાવ્યા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો. ભારત શ્રેણી ૧-૨થી હારી ગયું હોવા છતાં, રોહિતનું પ્રદર્શન પ્રભાવશાળી હતું. ૩૭ વર્ષીય ઓપનિંગ બેટ્સમેન હાલમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત એમસીએ એકેડેમીમાં નિયમિતપણે પ્રિકટીસ કરી રહ્યો છે. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ પણ તેની સાથે થોડા સત્રો માટે નેટ્સમાં દેખાયા, ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે કોલકાતા રવાના થઈ ગયા.હવે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ટેસ્ટ અને ટી ૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્્યા છે, ત્યારે આ બે સિનિયર ખેલાડીઓ ભારતની વનડે ટીમનો આધાર છે. ૩૦ નવેમ્બરથી રાંચીમાં શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે તેઓ પાછા ફરે તેવી અપેક્ષા છે. બીજી મેચ ૩ ડિસેમ્બરે રાયપુરમાં રમાશે, જ્યારે ત્રીજી મેચ ૬ ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. એ જાવું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં.








































