મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ (મહાગઠબંધન)ને જીત હાંસલ કરી છે ચૂંટણી પરિણામો અંગે રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે મુંબઈ જેવા શહેરમાં મતદાન પેટર્નને ગંભીર બાબત ગણાવી છે.
શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે ચૂંટણીઓ પર કહ્યું, “મુંબઈ જેવા શહેરમાં મતદાન પેટર્ન એક ગંભીર બાબત છે. હજારો લોકોના નામ, વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા લોકોના નામ પણ એવા વિસ્તારોમાંથી ગાયબ છે જ્યાં શિવસેના (યુબીટી), એમએનએસ અથવા કોંગ્રેસ સત્તામાં છે. ઈફસ્ મશીનો યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. ચૂંટણી પંચ અમારી વાત સાંભળવા તૈયાર નથી. ગઈકાલે, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ચૂંટણી પંચના કર્મચારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. શા માટે? આચારસંહિતા હજુ પણ અમલમાં છે.”
તેમણે એમ પણ કહ્યું, “મતદાનની ટકાવારી ખબર પડે તે પહેલાં જ એક્ઝિટ પોલ બહાર આવી ગયા. ભાજપે પોતાની જીતની ઉજવણી શરૂ કરી દીધી. અમે લોકોને ડરવાની જરૂર નથી તેવી ખાતરી આપી છે.”
મુંબઈમાં, ૨૨૭ બીએમસી બેઠકો માટે મત ગણતરી માટે ૨૩ ગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. દરેક કેન્દ્રમાં, એક સમયે બે વોર્ડના મતોની ગણતરી કરવામાં આવી હતી મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને ૨૦૨૯ ની વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. મ્યુનિસિપલ ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે ઠાકરે ભાઈઓ ૨૦ વર્ષ પછી એક સાથે આવ્યા છે, ત્યારે રાજ્યમાં સરકારી ભાગીદારો મ્યુનિસિપલ ચૂંટણીઓમાં એકબીજાની સામે છે. ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે લગભગ ૫૩ ટકા મતદાન થયું હતું.