સંઘાણી પરિવારે ભાદરવી અમાસના દિવસે કથાનું આયોજન કર્યું
અમરેલીના સુખનાથ પરામાં રહેતા સંઘાણી પરિવારના ઘરની બાજુમાં સ્વયંભુ સુખનાથ મહાદેવ મંદિર આવેલ છે તે મંદિરના નિમાર્ણમાં પણ સંઘાણી પરિવારનું ઘણુ મોટુ યોગદાન છે. સ્વ. શાંતાબા ઘણા વર્ષોથી શ્રાવણ માસ પુરો થતા ભાદરવી અમાસને દિવસે રાત્રે સુખનાથ મહાદેવના મંદિરમાં સત્યનારાયણની કથાનું આયોજન કરતા હતા. સ્વ. શાંતાબાની ગેરહાજરીમાં આ પરંપરા આજે પણ સંઘાણી પરિવારે જાળવી રાખેલ છે. સત્યનારાયણની કથામાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પણ હાજર રહેલ ત્યારે જયંતિભાઇ, વિજયભાઈ, કાળુભાઇ, જયસુખભાઇ, મુકેશભાઇ તથા વિજયભાઇ અને સંઘાણી પરિવારે અને સુખનાથ મહાદેવના ભક્તોએ પણ કથાનો લાભ લીધો હતો. કથાનું શ્રવણ કરી સંઘાણી પરિવારે ધન્યતા અનુભવી હતી. જયંતીભાઈના દીકરા ભાવેશભાઇ તથા તેમના પત્ની કિર્તીબેને પૂજામાં બેસવાનો લાભ લીધો હતો. તેમ અરવિંદભાઇ જાની(જાનીદાદા)ની યાદી જણાવે છે.