ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ગોંડલ તાલુકા સહકારી પરિવાર, વિવિધ સામાજિક સંસ્થાઓ અને રોટરી કલબ ઓફ ગોંડલ દ્વારા પણ આ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના પ્રતિનિધિ તરીકે સાવનભાઈ ધડુક, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પ્રવિણભાઈ રૈયાણી, ખેડૂત નેતા જગદીશભાઈ સાટોડીયા, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા, વા. ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.