અંતિમયાત્રામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામના વતની એવા પીઠ આગેવાન બાવાલાલ મોવલીયાનું દુઃખદ અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રામાં રાજકીય, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી અને મોવલીયા પરિવારને સાંત્વના પાઠવી હતી. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા તથા જલ્પેશભાઈ મોવલીયાના પિતા બાવાલાલ માવલીયા અનેક સંસ્થા સાથે જોડાયેલા હતા. તેમની અંતિમયાત્રામાં ભારે હૃદયે તેમના સેવાના યોગદાનને યાદ કરી લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાવાલાલ મોવલીયાને શ્રધ્ધાંજલિ પાઠવવા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.