પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડના મોટાભાઈ, ઉદ્યોગપતિ દિલીપભાઈ ઉંધાડના પિતા સ્વ.ડાયાભાઇ ઉંધાડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વડીયાના ગાયત્રી ચોક યુવક મંડળે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કર્યું હતું. વડીયાની કૃષ્ણપરા સ્થિત પટેલ વાડી ખાતે ફ્રી નિદાન અને મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. અમરેલીની એઇમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ ૫૦૦થી વધુ દર્દીઓની તપાસ કરી દવાઓનું વિતરણ કર્યું હતું. ઁસ્ત્નરૂ યોજના હેઠળ ગંભીર સારવારની પણ વ્યવસ્થા હતી. મહા રક્તદાન કેમ્પમાં સંતો, ડોકટરો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ હાજરી આપી ૩૨૭ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ ઉપરાંત, ગોવર્ધન ગૌશાળામાં ફ્રી પશુ નિદાન કેમ્પ, ગાયોને લીલો ચારો, શ્વાનોને લાડુ અને પક્ષીઓને ચણની સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાવકુભાઈ ઉંધાડ, દિલીપભાઈ ઉંધાડ, વિપુલ રાંક, મામલતદાર, પીઆઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





































