સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની સ્મૃતિમાં ૩૩૭મા નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વીરનગર હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા મોતિયાના ૮૦ દર્દીઓની તપાસ કરાઈ હતી. તેમાંથી ૧૯ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાતાં સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન અને સારવાર અપાઈ હતી. આ ઉપરાંત, જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂર હતી તેમને પણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા. આ ૩૩૭માં વિનામૂલ્યે મહા નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી અને વીરનગર હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હતું.