અમરેલીમાં આવેલી સ્વસ્તિક નાગરિક શરાફી મંડળી બગસરા સાથે રૂપિયા ૯૪ હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી. ધારીના ત્રંબકપુર ગામના યુવકે તેની માતાના સહીવાળો ચેક આપ્યો હતો. બનાવ અંગે મોટા માંડવડા ગામે રહેતા વિરજીભાઈ રૂપાભાઈ ચાવડા (ઉ.વ.૩૬)એ ત્રંબકપુર ગામે રહેતા સવિતાબેન બાબુબાઈ બાવીસીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સવિતાબેનના પુત્ર અનિલભાઈ તેમની માતાની સહીવાળો રૂપિયા ૯૪,૨૯૪નો ચેક તેમની મંડળીને આપ્યો હતો. મંડળીની લોનના ચડત હપ્તાનો ચેક આપી તેણે સ્વસ્તિક નાગરિક શરાફી મંડળી બગસરા અમરેલી શાખા સાથે છેતરપિંડી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર વિનુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.