સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોટો સપાટો બોલાયો છે. જેમાં ત્રણ કોચની બદલી કરી નાંખવામાં આવી છે. વાસ્તવમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ લાંબા સમયથી હેડ ઓફિસમાં કામ કરતા કોચને ફિલ્ડમાં મોકલાયા છે. જેમાં ત્રણ ડિસ્ટ્રીક્ટ કોચને અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરાઈ છે. મહત્વનું છે કે, આ એવા કોચ છે કે, જે ખૂબ જ લાંબા સમયથી ઓફિસમાં જ કામ કરતાં હતા.
જોકે હવે આવા કોચને ફિલ્ડમાં મોકલવાનો આદેશ કરાયો છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સપાટો બોલાવાયો છે. વિગતો મુજબ અહીં ૩ ડિસ્ટ્રીક્ટ કોચની અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરાઇ છે. આ સાથે ૮ જિલ્લા રમતગમત અધિકારી અને કોચને મુક્ત કરાયા છે. વડી કચેરીની તમામ વધારાની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે.વિગતો મુજબ અધિકારીઓ ફિલ્ડમાં કામ કરવાના બદલે ઓફિસ સંભાળતા હતા,
આ સાથે લાંબા સમયથી વહીવટી કામગીરી હેડ ઓફિસમાં જ સંભાળતા હતા. આ તરફ હવે તંત્ર દ્વારા લાંબા સમયથી હેડ ઓફિસમાં કામ કરતા કોચને ફિલ્ડમાં મોકલાયા છે.