​Snake Bites: Symptoms and Treatments

સાપ કરડે પછી તેનું ઝેર શરીરમાં પ્રસરી જાય. અંગેઅંગમાં પ્રસરી જાય. આવા કિસ્સામાં એટલે કે સંર્પદંશના બનાવમા વ્યક્તિ બ્રેઇન ડેડ થઈ જાય તો એના અંગો બીજાને દાન કરી શકાય?

છેલ્લા વર્ષોમાં અંગદાનનું મહત્વ વધી રહ્યું છે. એક્સિડન્ટલ કેસોમાં વ્યક્તિ બ્રેઇન ડેડ થાય તો અંગદાન થાય છે. 2008 પછી ભાવનગરમાં 100થી વધુ અંગદાન થયા છે. એમાં બે કિસ્સા એવા છે કે જેમાં સર્પદંશ પછી બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિઓનાં પણ અંગદાન થયાં. સામાન્ય વ્યક્તિઓને એક સહજ સવાલ થાય છે શું સર્પદંશ બાદ બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના અંગો મેળવનાર વ્યક્તિ જીવીત રહી શકે?
તો જવાબ છે – હા…

જેમણે ઓર્ગન મેળવ્યાં છે એ જીવતા રહ્યા છે અને ઓર્ગન આપનારના પરિવાર સાથે સંબંધ પણ બન્યો છે. અમરેલી જિલ્લાના વતની એવા ભાવનગર  સ્થિત ડૉ. રાજેન્દ્ર કાબરિયાએ એક વાતચીત દરમ્યાન સમજાવ્યું હતું કે ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલા ‘વોશ આઉટ’ કરવામાં આવે છે. તેથી ઝેરી અસર રહેતી નથી.
સાપ કરડવાને કારણે બ્રેઇન ડેડ થયા બાદ અંગદાનના બે કિસ્સા સમગ્ર ભાવનગર જીલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં નોંધાયા છે. એક ભાવનગરના એડવોકેટ હિમાંશું વોરાના પુત્ર  મનન વોરા અને બીજા ભાવનગર તાલુકાના નવારતનપર ગામનાં મંગુબેન મગનભાઇ બારૈયા. આવો જાણીએ સ્નેક બાઇક (સર્પદંશ)ના કિસ્સામાં થતાં અંગદાન વિશે દધિચિ ઋષિ એવોર્ડ વિજેતા ડો. રાજેન્દ્ર કાબરિયા પાસેથી આ વિષય પર કેટલીક વાત…

ડૉ. રાજેન્દ્ર કાબરિયાએ મને એક વાતચીત દરમ્યાન સમજાવ્યું હતું કે ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલા ‘વોશ આઉટ’ કરવામાં આવે છે. તેથી ઝેરી અસર રહેતી નથી. મને લાગે છે આ વાત આટલેથી હરકોઇને સમજાય તેવી છે. પણ મેડીકલ ટર્મીનોલોજી ન સમજાતી હોય તો એક સાદું ઉદાહરણ સમજીએ….
ખેતરમાં રાસાયણિક ઝેરી દવા છાંટતી વખતે તમારો ટુવાલ ઝેરી દવામાં બોળાઇ ગયો છે અને તે પણ ઝેરી બની ગયો છે. તેથી તેને હવે તમે જમવાના વાસણ લાવવામાં કે નાકના છેડા લાવવામાં ન વાપરી શકો. પરંતુ એ જ ર
ટુવાલને સારી રીતે ધોઈને સલામતીપૂર્વક ગમે ત્યાં વાપરી શકો. મેડીકલ વિશ્વમાં ઝેરી બની ગયેલાં અંગોને પણ વોશ આઉટ કરીને ઉપયોગમાં લેવાની વ્યવસ્થા છે. અને તે સાબિત અને સફળ થયેલી વ્યવસ્થા છે.
ભાવનગર જીલ્લામાં 2008થી અત્યાર સુધીમાં 100થી વધુ અંગદાન લેવાયાં છે અને તેમાં જે સ્નેક બાઇક પછી લેવાયેલાં બે અંગદાનના દાખલાઓમાં વ્યક્તિઓ અંગદાન મેળવ્યા પછી નોર્મલ જીવન જીવ્યાનું  જોવા મળ્યું છે. કહેવાનો મતલબ એ છે કે સર્પદંશ પછી બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિનું અંગદાન આપવામાં કે લેવામાં અચકાવાની જરુર નથી.
પોતાના પુત્રને સર્પદંશ થયા બાદ તેના લીવર અને કીડનીનું દાન કરનાર ભાવનગરના એડવોકેટ હિમાંશુ વોરા કહે છે કે મારો પુત્ર તેના અંગો થકી મોરબી, અમદાવાદ અને વડોદરાની ત્રણ વ્યક્તિઓમાં હયાત છે…