ગીર સોમનાથમાં તાલાલા ગીર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે. કોંગ્રેસના નેતા બાલુ વાજા ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. આના પગલે ઘુસીયા જિલ્લા પંચાયતના સભ્યએ કેસરીયો ધારણ કર્યો છે. ધારાસભ્ય ભગવાન બારડના હસ્તે કેસરી ખેસ ધારણ કરી તે ભાજપમાં જાડાયા છે. આની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાવા મળી શકે છે.
આ ઉપરાંત કચ્છમાં પણ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. નલિયા ખાતે કોંગ્રેસના ૨૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપનો દાવો છે કે પીએમ મોદીના વિકાસના કાર્યોથી પ્રભાવિત થઈને તે ભાજપમાં જોડાયા છે. ઐતિહાસિક રીતે જાઈએ તો અબડાસા હંમેશા કોંગ્રેસનો મજબૂત ગઢ મનાતો રહ્યો છે. જા કે ચૂંટણી પૂર્વે જ રાજકીય અગ્રણીઓએ પક્ષ બદલતા પક્ષના રાજકીય સમીકરણો બદલાયા છે. આ પક્ષપલટાના કારણે રાજકીય સ્તરે સંગઠનાત્મહ હલચલ તેજ બની છે. વિપક્ષની આખી રાજકીય સોગઠાબાજી બગડી ગઈ છે.
આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. હજી થોડા સમય પહેલાં જ વડોદરામાં વાઘોડિયામાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવ તેમના પતિ સાથે કોંગ્રેસમાં જાડાયા હતા. આ બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દુંદુંભિ વાગવાની તૈયારીમાં જ છે. તેનો શંખનાદ ગમે ત્યારે થઈ શકે તેમ માનવામાં આવે છે. આ ચૂંટણીને શાસક પક્ષ માટે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીનો લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. આ ચૂંટણી પરથી જ શાસક પક્ષને અંદાજ આવશે કે તેમની સામે કેવો પવન વાઈ રહ્યો છે અને તેમની તરફેણમાં કેટલો પવન વાઈ રહ્યો છે.