શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસ અને પિકનિકમાં બાળકોની સલામતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સ્કૂલ પિકનિક દરમિયાન ૨ પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. એટલું જ નહી વિદ્યાર્થિનીઓને લઇ જતા પ્રવાસમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવશે. હવે શાળામાં વેકેશન પૂરું થવામાં આવી રહ્યું છે, જલ્દી જ શાળાઓ શરૂ થઈ જશે. ત્યારે સરકાર દ્વારા બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સ્કૂલ પિકનિકમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પીએમએ કરેલા સૂચનનો ગુજરાતમાં અમલ કરાશે.ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યો. શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને હાજર રાખવા પડશે. શાળાના આચાર્યે પ્રવાસ સમયે લોકલ પોલીસનો સંપર્ક કરવો ફરજિયાત છે. અને જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સાથે હોય તો મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે.
આ અંગે માહિતી આપતા પરિપત્રમાં જણાવાયું કે, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ડીજીપી-આઈજીપી કોન્કરના -૨૦૧૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન માનનીય પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્ય પોલીમને અમલવારી કરવા સૂચનો કરાયા હતા. જે અંતર્ગત રાજ્યની તમામ (સરકારી/અર્ધસરકારી પ્રાઈવેટ) શાળાના આચાર્યોને નીચે મુજબની સૂચના થઈ ખાવવા તથા કરેલ કાર્યવાહીની જાણ અત્રેની કચેરીના ઈ-મેઈલમાં વિનંતી છે. વિદ્યાર્થીઓ માટે આયોજીત થતી પ્રવામ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી ૦ર પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા. શાળાના આચાયર્શ્રીઓએ ઉપરોક્ત કામગીરી માટે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. જો પ્રવાસ/કુર/પિકનિક/મુલાકાત મહિલા વિદ્યાર્થીનીઓની હોય તો, મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા.
તો બીજી તરફ, સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાય. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરાઈ છે.આરટીઓ નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રીક્ષામાં ૬ નાના બાળકો, વાનમાં ૮ બાળકોની ક્ષમતા છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો પીયુસી ફરજિયાત છે. શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન થશે.