સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં લેવાયેલી B.Ed.ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત અમરેલીની શ્રીમતી એમ.જે. ગજેરા મહિલા બી.એડ્‌. કોલેજની પાંચ વિદ્યાર્થિનીઓએ પ્રથમ દસમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ પાંચ વિદ્યાર્થિનીઓમાં લાઠીયા દીપિકા સી. ત્રીજું-૯૬.૧૨%, દેસાણી ઈશીકા એચ. ચોથું-૯૬.૦૪%, રાઠોડ વિશ્વા ડી. છઠ્ઠું-૯૫.૮૮%, મસરાણી પુષ્ટી એ. આઠમું-૯૫.૭૬% અને મકવાણા શીતલ આર.ને દસમું- ૯૫.૬૦ % સ્થાન પ્રાપ્ત થયેલ છે. આવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.