અભિનેત્રી હંસિકા મોટવાણીએ ચાર વર્ષ લગ્નજીવન પછી તેના પતિ સોહેલ કથુરિયાને છૂટાછેડા આપી દીધા છે. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. હંસિકાએ તેના શ્રેષ્ઠ મિત્રના ભૂતપૂર્વ પતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી, તેમને ખ્યાલ આવ્યો કે તેમના સ્વભાવ, વિચારો અને જીવનશૈલીમાં નોંધપાત્ર તફાવત છે.
હંસિકા અને સોહેલ જુલાઈ ૨૦૨૪ થી અલગ રહેતા હતા. હંસિકાએ છૂટાછેડાના બદલામાં કોઈ ભરણપોષણ કે ‘સ્ત્રીધન’ની માંગણી કરી નથી. તેના કાનૂની પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી કે હંસિકાનો એકમાત્ર હેતુ ગૌરવ સાથે સંબંધનો અંત લાવવાનો અને તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
હંસિકા મોટવાણીએ છૂટાછેડા પછી તેની પહેલી પોસ્ટ શેર કરી. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર “ચરદી કાલા હંમેશા” લખ્યું. આ એક પંજાબી વાક્ય છે જેનો અર્થ થાય છે “બધા સંજાગોમાં ઉચ્ચ મનોબળ અને આશાવાદ જાળવી રાખવો.”
ચાહકો આને હંસિકા મોટવાણીની નવી શરૂઆત અને શક્તિના સંકેત તરીકે જાઈ રહ્યા છે. આ વાક્ય સાથે, તેણીએ વ્યક્ત કર્યું કે તે મુશ્કેલ સમયમાં પણ સકારાત્મકતા શોધી રહી છે.
હંસિકા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે, તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે ઘણીવાર તેના ફોટોશૂટ, મુસાફરી અને ફિલ્મોના અપડેટ્‌સ શેર કરે છે.