બુધવારે મોડી સાંજે ભટિંડામાં ચંદીગઢ નેશનલ હાઇવે પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના પા‹કગમાં પાર્ક કરેલી કારમાંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમલ કૌર ઉર્ફે કંચન કુમારીનો મૃતદેહ મળી આવ્યો હતો. કમલ કૌર લુધિયાણાના લક્ષ્મણ બસ્તીની રહેવાસી હતી.
સૂત્રો અનુસાર, કમલ કૌર ૯ જૂને તેની માતાને કહીને રવાના થઈ હતી કે તે એક પ્રમોશનલ ઇવેન્ટ માટે ભટિંડા જઈ રહી છે. ૧૦ જૂને તેની હત્યા કરવામાં આવી હતી. ૧૧ જૂને કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
એસપી સિટી નરિન્દર સિંહે જણાવ્યું કે બુધવારે મોડી સાંજે પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે ચંદીગઢ નેશનલ હાઇવે પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના પા‹કગમાં પાર્ક કરેલી એક કાર દુર્ગંધ મારતી હતી. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે તેઓએ કારની તપાસ કરી ત્યારે તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનમાં લાશ મળી આવી હતી તેમાં લુધિયાણા નંબર પ્લેટ હતી, પરંતુ પોલીસને શંકા છે કે આ નંબર નકલી હોઈ શકે છે. આ સંદર્ભમાં, લુધિયાણા આરટીઓ પાસેથી વાહન વિશેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, અને એક પોલીસ ટીમ લુધિયાણા મોકલવામાં આવી છે.