સોમનાથ- વેરાવળમાં શુક્રવારે સવારે મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી હતી. એક કલાકમાં આશરે બે ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં અષાઢી માહોલ સર્જાયો. બે દિવસથી ધાબડીયું વાતાવરણ છવાયેલું હતું, જે આજે વરસાદમાં ફેરવાયું હતું. ભીંજાતા છતાં યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા અને મંદિરે પહોંચ્યા. વેરાવળ બંદર પર તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે કારણ કે દરિયો રફ છે. હવામાન વિભાગ મુજબ ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.









































