પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર રાજકોટના સુકેજીબેન ભટ્ટ ઉંમર વર્ષ ૭૫ કે જેઓ રાજકોટના સાંઢીયા પૂલની બાજુમાં પરસાણા નગરમાં રહે છે તેઓ દર્શન કરવા આવ્યા હતા. તેઓ અશક્ત હોય વ્હીલચેર સાથે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ વળતી વખતે પગથિયાથી મંદિર સુધીની લિફ્ટ બંધ હોય ઉતરવાની મૂંઝવણ થઈ હતી. લિફ્ટ બંધ હોવાને કારણે અસક્ત વૃદ્ધાની વ્હીલચેર પોલીસોએ ઉંચકી પગથિયાં સુધી હેમખેમ નીચે ઉતારેલ હતા. આમ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે માનવતાવાદી અભિગમ સાથે ‘મે આઈ હેલ્પ યુ’ પોલીસનું સૂત્ર સાર્થક કરી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું હતું.











































