કોડીનાર તરફથી આવી રહેલી દિવ-ભુજ રૂટની વોલ્વો બસ સોમનાથ જઈ રહી હતી તે સમયે કોડીનાર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી નારિયેળ ભરેલી બોલેરો પિકઅપ વાને બસને પાછળના ભાગે ટક્કર મારી હતી.અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરો પિકઅપ વાન ડિવાઈડર તરફ ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં બોલેરો ચાલકને ઈજા થતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.