સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે શ્રાવણના તેરસ, ચૌદસ અને અમાસના પિતૃ તર્પણ તેમજ પીપળે પાણી રેડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. તાજેતરમાં સારા વરસાદને કારણે શ્રાવણના ત્રણ દિવસ બાકી હતા અને હિરણ, સરસ્વતી, કપિલા નદીઓમાં ઘોડાપૂરને કારણે ત્રિવેણી સંગમ છલોછલ ભરાયેલ છે જેથી લોકો પિતૃ તર્પણ અને સ્નાન કરી પીપળે પાણી રેડવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસની તેરસ, ચૌદસ અને અમાસમાં પિતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. આ દિવસો દરમ્યાન પીપળે પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થતા હોવાની માન્યતા છે.