દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે  નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ફરિયાદની ફરિયાદની નોંધ લેતા પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કેસમાં ચુકાદો જાહેર કરવા માટે ૨૯ જુલાઈની તારીખ નક્કી કરી છે.

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે ઈડીની ફરિયાદની નોંધ લેવા પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આદેશ અનામત રાખ્યો છે. પાછલી સુનાવણીમાં, નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ જજ વિશાલ ગોગનેની કોર્ટને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને દાન આપનારાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ઈડી અનુસાર, કોંગ્રેસને દાન આપનારા કેટલાક લોકોને પાર્ટી ટિકિટ પણ આપવામાં આવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે દાતાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

ઈડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ દલીલ કરી હતી કે ગાંધી પરિવારનો દાવો કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર તેમનો કોઈ નિયંત્રણ નથી તે ખોટો છે. તેમણે કહ્યું કે છત્નન્ નેશનલ હેરાલ્ડનું મૂળ પ્રકાશક છે અને તેનું નિયંત્રણ ગાંધી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી ૧૪ જુલાઈના રોજ થવાની હતી.

આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિવંગત કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડીઝ, સુમન દુબે, સેમ પિત્રોડા અને ખાનગી કંપની યંગ ઇન્ડિયન પર કાવતરું અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. ઈડ્ઢનો દાવો છે કે યંગ ઇન્ડિયન કંપનીએ એજેએલની લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની મિલકત કપટથી હડપ કરી હતી. ઈડીનું કહેવું છે કે યંગ ઇન્ડિયનમાં રાહુલ અને સોનિયા ગાંધીનો ૭૬ ટકા હિસ્સો છે. આ હિસ્સા દ્વારા, તેમણે છત્નન્ની મિલકતો પર નિયંત્રણ મેળવ્યું. એજન્સીનો આરોપ છે કે માત્ર ૯૦ કરોડ રૂપિયાની લોનના બદલામાં આટલી મોટી મિલકત યંગ ઇન્ડિયનના કબજામાં આવી, જે મની લોન્ડરિંગ કાયદાનું ઉલ્લંઘન છે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં પોતાની દલીલો પૂર્ણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં કોઈ છેતરપિંડી થઈ નથી અને સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે કરવામાં આવી હતી. અગાઉ, ૩ જુલાઈના રોજ, ઈડ્ઢ એ કહ્યું હતું કે ગાંધી પરિવાર યંગ ઇન્ડિયનનો વાસ્તવિક માલિક છે અને તેમનું કંપની પર સંપૂર્ણ નિયંત્રણ છે.

ઈડીએ ગાંધી પરિવાર અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૩ (મની લોન્ડરિંગ) અને કલમ ૪ (મની લોન્ડરિંગ માટે સજા) હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. સુમન દુબે, સેમ પિત્રોડા, સુનીલ ભંડારી, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ પણ આ કેસમાં આરોપી છે.