ભારતીય શેરબજારો આજે સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયા. બુધવારે,બીએસઇ સેન્સેક્સ ૫૯૫.૧૯ પોઈન્ટ (૦.૭૧%) વધીને ૮૪,૪૬૬.૫૧ પર બંધ થયો. તેવી જ રીતે,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૮૦.૮૫ પોઈન્ટ (૦.૭૦%) વધીને ૨૫,૮૭૫.૮૦ પર બંધ થયો. આજે આઇટી શેરોમાં ખાસ કરીને મજબૂત તેજી જાવા મળી. ટાટા મોટર્સના ડિમર્જર પછી, તેની બીજી કંપની, ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ, ના શેર પણ આજે બજારમાં લિસ્ટ થયા. એ નોંધવું જાઈએ કે ગયા અઠવાડિયે, બજારમાં સતત ત્રણ દિવસ ઘટાડો જાવા મળ્યો હતો.
સપ્તાહના ત્રીજા દિવસે, બુધવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીની આઠ કંપનીઓ ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થઈ. એ જ રીતે, નિફ્ટી ૫૦ માંથી ૩૫ શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે ૧૫ શેરો નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સ બુધવારે સૌથી વધુ ૬.૭૯ ટકાના વધારા સાથે બંધ થયા. આજે ટાટા સ્ટીલના શેર સૌથી વધુ ઘટ્યા, ૧.૩૦ ટકા ઘટ્યા.
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ટેક મહિન્દ્રા ૩.૩૪ ટકા,ટીસીએસ ૨.૭૩ ટકા, બજાજ ફિનસર્વ ૨.૪૨ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૧૪ ટકા, એચસીએલ ટેક ૧.૫૪ ટકા, ભારતી એરટેલ ૧.૫૨ ટકા, ઇન્ફોસિસ ૧.૩૬ ટકા, ટ્રેન્ટ ૧.૩૪ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૯ ટકા, ઇટરનલ ૧.૦૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૮ ટકા, સન ફાર્મા ૦.૮૧ ટકા, ટાઇટન ૦.૬૭ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૬૫ ટકા,એસબીઆઇ ૦.૪૨ ટકા, મારુતિ સુઝુકી ૦.૩૦ ટકા, એÂક્સસ બેંક ૦.૧૪ ટકા,એનટીપીસી ૦.૧૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૦૭ ટકા,આઇટીસી ૦.૦૫ ટકા અને આઇસીઆઇસીઆઇ બેંક ૦.૦૪ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેર ૧.૨૮ ટકા, ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સમાં ૦.૭૯ ટકા,બીઇએલમાં ૦.૬૪ ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં ૦.૨૯ ટકા, પાવરગ્રીડમાં ૦.૨૬ ટકા,એચડીએફસી બેંકમાં ૦.૨૩ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવરમાં ૦.૧૯ ટકાનો ઘટાડો જાવા મળ્યો.







































