ભારતીય શેરબજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો. બુધવારે,બીએસઇ સેન્સેક્સ ૩૧.૪૬ પોઈન્ટ (૦.૦૪%) ઘટીને ૮૫,૧૦૬.૮૧ પર બંધ થયો. તેવી જ રીતે, એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૪૬.૨૦ પોઈન્ટ (૦.૧૮%) ઘટીને ૨૫,૯૮૬.૦૦ પર બંધ થયો. આજે મોટાભાગના સેન્સેક્સ અને નિફ્ટી શેરોના શેર લાલ નિશાનમાં બંધ થયા. એ નોંધવું જોઈએ કે મંગળવારે બજારમાં તીવ્ર ઘટાડો જાવા મળ્યો. ગઈકાલે, સેન્સેક્સ ૫૦૩.૬૩ પોઈન્ટ (૦.૫૯%) ઘટીને ૮૫,૧૩૮.૨૭ પર બંધ થયો, અને નિફ્ટી ૧૪૩.૫૫ પોઈન્ટ (૦.૫૫%) ઘટીને ૨૬,૦૩૨.૨૦ પર બંધ થયો.
બુધવારે, સેન્સેક્સના ૩૦ માંથી માત્ર ૧૦ શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૨૦ શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. એ જ રીતે, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી માત્ર ૧૩ કંપનીઓના શેરમાં વધારો થયો હતો, જ્યારે બાકીની ૩૭ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં,ટીસીએસ સૌથી વધુ ૧.૪૧ ટકાના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે બીઇએલ સૌથી વધુ ૨.૧૩ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
સેન્સેક્સની બાકીની કંપનીઓમાં,આઇસીઆઇસીઆઇ બેંક ૧.૩૭ ટકા,એચડીએફસી બેંક ૧.૦૬ ટકા, ઇન્ફોસિસ ૧.૧૨ ટકા, એકસીસ બેંક ૦.૯૫ ટકા, ટેક મહિન્દ્રા ૦.૩૫ ટકા, પાવરગ્રીડ ૦.૩૨ ટકા,એચસીએલ ટેક ૦.૨૫ ટકા, સન ફાર્મા ૦.૨૩ ટકા અને કોટક મહિન્દ્રા બેંક ૦.૧૫ ટકાના વધારા સાથે બંધ થયા હતા.







































