ધોરાજીનું ગૌરવ એવાં વિરલભાઈ અમૃતભાઇ સોંદરવા ઇન્ડિયન આર્મીમાં ૧૮ વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈને પોતાના વતન ધોરાજી પરત ફર્યા ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વિરલભાઈ સોંદરવાએ યુવાનોને ઇન્ડિયન આર્મીમાં સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ તેવી અપીલ કરી હતી. ઉપરાંત દેશની સેવા દરેક ભારતીયોએ કરવી જોઈએ અને નવયુવાનોને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો લોકોને મદદરૂપ બનીને માર્ગદર્શન આપવામાં હંમેશા તૈયાર છું તેમ પણ કહ્યું હતું.







































