એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાનની આજે પહેલી મેચ રમાઈ હતી. આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે ભવ્ય જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ભારતને બોલિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. જા કે પહેલા બેટિંગનો નિર્ણય પાકિસ્તાન માટે ખોટો સાબિત થયો હતો અને ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૧૨૮ રન જ બનાવી શક્યું હતુ. મેચમાં કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ અને અક્ષર પટેલને ૨-૨ સફળતા મળી હતી. ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે ૭ વિકેટે જીત મેળવી હતી.૧૨૮ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ શરૂઆતથી જ આક્રમક અંદાજમાં જાવા મળી હતી. અભિષેક શર્મા બાદ તિલક વર્માએ સારી ઇનિંગ રમી હતી. પરંતુ એક છેડે કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીકી રહ્યો અને તેણે ૪૭ રનની ઇનિંગ રમી ભારતને જીત અપાવી.ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરવા માટે અભિષેક શર્મા અને શુભમન ગિલ ઉતર્યા હતા. શુભમન ગિલ ૧૦ રન બનાવીને સ્ટમ્પ આઉટ થઈ ગયો. તેની વિકેટ સૈમ અયૂબે લીધી હતી. ત્યાર બાદ અભિષેક શર્માએ અમુક સારા શોટ્‌સ ફટકાર્યા અને ચોથી ઓવરમાં આઉટ થઈ ગયો. અભિષેકે ૧૨ બોલમાં ૩૧ રન બનાવ્યાં હતા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચે શાનદાર પાર્ટનરશીપ જાવા મળી. બંને વચ્ચે ૫૬ રનની ભાગીદારી નોંધાઈ. પરંતુ ૧૩મી ઓવરમાં ભારતને ત્રીજા આંચકો લાગ્યો. તિલક વર્મા ૩૧ રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારે ભારતનો સ્કોર ૯૭ રન હતો. પરંતુ એક છેડે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પગ જમાવી રાખ્યા હતા અને અણનમ ૪૭ રન બનાવ્યાં. છગ્ગા સાથે સૂર્યાએ ૧૬મી ઓવરમાં ભારતને જીત અપાવી હતી.ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાકિસ્તાને ૫૦ રન અંદર જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યાએ પહેલા જ બોલે સૈમ અયૂબની વિકેટ ઝડપી હતી. બીજી ઓવરમાં બુમરાહે પાકિસ્તાનને બીજા આંચકો આપ્યો. તેણે મોહમ્મદ હૈરિસને ૬ રને પેવેલિયન મોકલી દીધો. ત્યાર બાદ ફરહાન અને ફખર જમાન પર ટીમની જવાબાદારી હતી. પરંતુ આઠમી ઓવરમાં અક્ષર પટેલે આ પાર્ટનરશીપ તોડી અને સારી લયમાં જાવા મળી રહેલા ફકરને ૧૭ રને આઉટ કરી દીધો. ત્યાર બાદ ૧૦મી ઓરમાં અક્ષરે ફરી પાકિસ્તાનને આચંકો આપ્યો અને કેપ્ટન સલમાન આગાને પવેલિયન રસ્તો બતાવ્યો. સલમાન માત્ર ૩ રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ ૧૩મી ઓવરમાં કુલદીપ યાદવે પાકિસ્તાનને ૨ આંચકા આપ્યાં પહેલા હસન નવાજ અને પછી મોહમ્મદ નવાજને આઉટ કર્યો. ૧૭મી ઓવરમાં ફરી કુલદીપે ફરહાનની વિકેટ ઝડપી ફરહાને ૪૦ રન બનાવ્યાં હતા. અંતે શાહીને કેટલાક સારા શોટ્‌સ ફટકારી પાકિસ્તાની ટીમને ૧૨૭ રન સુધી પહોંચાડી હતી.