વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યના ઘણા પુલોની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણા પુલોની સ્થિતિ ખરાબ છે. તે સમયે, સુરત શહેર-જિલ્લામાં પુલોના બાંધકામ સમય અને વર્તમાન સ્થિતિ અંગે સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સંદર્ભમાં, સાબરકાંઠાના જિલ્લા કલેક્ટરે પુલની ક્ષમતા-શક્યતાનું નિરીક્ષણ કરવાના આદેશ પણ આપ્યા છે.
તાજેતરમાં, રાજ્ય સરકારે વડોદરા જિલ્લામાં મુજપુર-ગંભીર પુલ જેવી ઘટના અટકાવવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને નિર્દેશ આપ્યા છે. તેથી, સુરત કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી સંબંધિત અધિકારીઓને સૂચનાઓ જારી કરી.
જેમાં અધિકારીઓએ બાહ્ય નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં મનપા કમિશ્નરે પણ ૪ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. અને સુરતમાં એક પણ જોખમી બ્રિજ ન હોવાનો દાવો કર્યો છે. તંત્ર દ્વારા બ્રિજાને ૩ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં કેટેગરીમાં ૨૬ બ્રિજાનો સમાવેશ કરાયો છે. જેમાં કેટેગરીના બ્રિજાની રીપેરીંગ કામગીરી શરૂ થઈ ગઈ છે . તેમજ કેટેગરીમાં ૧૫ બ્રિજાનો સમાવેશ કરાયો છે. અને છ કેટેગરીમાં ૮૦ બ્રિજાનો સમાવેશ કરાયો છે જેમાં આ ૮૦ બ્રિજ કોઈ પણ નુકશાની વગરના જણાવ્યા હતા.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં, જિલ્લા કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટી, મેટ્રો, રોડ અને મકાન વિભાગ, રેલ્વે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુડા, રાજ્ય અને પંચાયત વિભાગના અધિકારીઓને એક દિવસનો ડ્રાય રન કરવા અને તમામ ઓવરબ્રિજ, ડ્રેઇન અને ઓવરપાસનું તાત્કાલિક પરીક્ષણ અને માળખાકીય નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો હતો. તેમજ પ્રાંત અધિકારીઓ, ઉપ-જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારોને પણ પોતપોતાના વિસ્તારોમાં પુલોનું નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સંદર્ભે, સુરત જિલ્લાના તમામ પુલોનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવે અને અન્ય ખતરનાક ચિહ્નો ઓળખવામાં આવે અને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે. જો જરૂરી હોય તો, સાવચેતી તરીકે આવા પુલો બંધ કરવામાં આવે.