હની ટ્રેપ તથા ખોટી પોલીસની ઓળખ તથા બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં ઝડપથી જામીન આપવા સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજાના કહેવાથી રૂ.૩,૦૦,૦૦૦ ની લાંચ લેતા વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલીયાની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ફરિયાદીના ભાઈ પર કીમ પોલીસ  સ્ટેશન સુરત ગ્રામ્ય ખાતે હનીટેપ તથા ખોટી પોલીસની ઓળખ તથા બળજબરીથી કઢાવી લેવા અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ફરિયાદીના ભાઈને ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો ન કરવા તેમજ કલમો ઘટાડવા માટે તેમજ ઝડપી જામીન આપવા સારું આરોપી ચિરાગ ગોંડલીયા મારફતે આરોપી પ્રવિણસિંહ જાડેજાએ રૂ.૧૦,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.૩,૦૦,૦૦૦ લેવાનું નક્કી થયું હતું.જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય, અમદાવાદ શહેર છઝ્રમ્ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. જેને આધારે સુરતના કીમ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આરોપી નંબર પ્રવિણસિંગના કહેવાથી આરોપી ચિરાગ ગોંડલીયાએ લાંચના રૂપિયા ૩,૦૦,૦૦૦ સ્વીકારી બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હતો.