સુરતમાં આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. સુરતમાં વધુ એક મોડલે આપઘાત કર્યો છે. સુરતમાં ૧૫ દિવસમાં મોડલના આપઘાતનો આ બીજા કિસ્સો છે. ૨૩ વર્ષીય અંજલી વરમોરા નામની મોડેલે આપઘાત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસારક ૨૩ વર્ષીય અંજલી વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી મોત વ્હાલુ કર્યું છે. માનસિક તણાવમાં આવી મોડલે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હજી થોડા દિવસ પહેલા જ સુરતની એક મોડલે આપઘાત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંજલી વરમોરાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ, જે હાલમાં વાયરલ થઈ રહી છે. તેમાં તેણે લખ્યું હતું કે, “આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કઈજ નથી તારા માટે…” આ પોસ્ટે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
આર્થિક સંકડામણને કારણે સુરતના રત્ન કલાકારે આપઘાત કર્યો છે. જહાંગીરપુરામાં યુવાન રત્નકલાકારે ફાંસો ખાંઈ જીવન ટુંકાવી લીધું છે. છેલ્લા બે વર્ષથી શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં નુકશાન થયું હતું. આર્થિક સંકડામણના કારણે યુવકે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. યુવકે સ્યુસાઈડ નોટમાં પોતે શેરબજાર અને ક્રિપ્ટોમાં નુકશાનીના કારણે દેવું થઈ જતા પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અંકુરપાર્ક સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય જયદિપ વિનયચંદ્ર ડોબરીયા અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. રત્નકલાકાર યુવક મંદીના લીધે છેલ્લા ઘણા સમયથી બેકાર હતો. યુવકે તેમણે પોતાના ઘરે પહેલા માળે બેઠક રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો. જયદિપભાઈએ આપઘાત પહેલા પોતાની દીકરીની નોટબુકમાં પાછળના પાના પર સ્યુસાઈડ નોટ લખીને છોડી છે. જેમાં તેમણે ‘હું આપઘાત કરૂ છું તેમાં કોઈનો હાથ નથી. હું મારી મરજીથી આર્થિક સંકડામણના કારણે પગલું ભરૂ છું. મેં જેને પૈસા આપ્યા છે તેમણે મને નથી આપ્યા તેનો મને કોઈ ગમ નથી’ તેવો ઉલ્લેખ કર્યો છે. જયદીપે બે વર્ષમાં શેરબજારમાં અને ક્રિપ્ટો કરન્સીમાં નુકશાન થયું હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા હોવાનો પણ તેમાં ઉલ્લેખ કર્યો.
સુરતમાં વધુ એક યુવકનો આર્થિક તંગીના લીધે આપઘાત કર્યો છે. પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં ૨૫ વર્ષીય યુવકે આપઘાત કર્યો. વિશાલ નરવાડે નામના યુવકની મંદીના લીધે નોકરી છૂટી ગઈ હતી. યુવક ૫ મહિનાથી નોકરીની શોધમાં હતો. યુવકને નોકરી ન મળતા ૫ મહિનાથી બેરોજગાર હોવાથી ઘરમાં આર્થિક તંગી સર્જાઇ હતી. યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. યુવક બેરોજગાર હોવાથી લોનના હપ્તા પણ ભરી શક્તો ન હતો. ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ લોન ના હપ્તા લેવા આવતા હતા. ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી કરાવ ઘરે આવતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. આખરે યુવકે મોત વ્હાલુ કર્યું.