વરાછા વિસ્તારમાં રહેતા આધેડ જાડે લગ્નેતર સંબંધો બાંધ્યા બાદ માનતા પૂરી કરવા જવાનું કહી ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન અંતે પોલીસ પકડમાં આવી છે. ફેબ્રુઆરી માસમાં લૂંટેરી દુલ્હન ૨.૨૧ લાખની રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ હતી. જે બાદ આઘાતમાં સરી પડેલા આધેડનું હાર્ટ અટેક આવ્યા બાદ મોત નીપજ્યું હતું. જે અંગે વરાછા પોલીસ ચોપડે ગુન્હો નોંધાતા અગાઉ બે આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. જે કેસમાં ફરાર લૂંટેરી દુલ્હન નાગપુરથી અમદાવાદ આવતા જ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધી છે. જ્યાં અન્ય કોઈ લોકો જાડે પણ લૂંટેલી દુલ્હન આણી ટોળકીએ આ રીતે રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશ હસમુખભાઈ પંડ્યા નામના આધેડની પત્ની વર્ષ ૨૦૦૭માં ગુમ થઈ ગઈ હતી. જે બાદ પત્નીનો કોઈ પત્તો નહીં લાગતા અંતે બીજા લગ્નનો વિચાર કર્યો હતો. દીકરીની શાખ સંભાળ રાખી શકે તે માટે જીવનસાથીની તલાશમાં હતા. જેથી વડોદરા ખાતે રહેતા સંબંધીનો સંપર્ક કર્યો હતો. જ્યાં આ બાબતને લઈ તેઓએ સંબંધીને વાત કરી હતી. સંબંધી દ્વારા સીમા પટેલ ઉર્ફે મુસ્કાનનો સંપર્ક કર્યો હતો. જેથી સીમા પટેલ ઉર્ફે મુસ્કાન અને પ્રકાશ હસમુખભાઈ પંડ્યા વચ્ચે સંબંધી દ્વારા મેળાપ કરાવવામાં આવ્યો હતો. જે બાદ બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
બંને એકબીજાના પરિચયમાં આવ્યા બાદ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જ્યાં ફેબ્રુઆરી માસ દરમિયાન શા†ોક્ત વિધિ મુજબ બંને લગ્નગ્રંથિથી જાડાયા હતા. લગ્નના થોડાક સમયમાં સીમા પટેલ ઉર્ફે મુસ્કાને પોત પ્રકાશ્યું હતું. વડોદરા ખાતે તેણીએ માનતા મુકવા જવાનું છે તેમ કહી પ્રકાશભાઈ પાસેથી ૨.૨૧ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. જે રકમ લઈ વડોદરા નીકળેલી સીમા પટેલ ઉર્ફે મુસ્કાન પરત ફરી નહોતી. પ્રકાશભાઈ દ્વારા સીમાનો ખૂબ જ સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો. તેમ છતાં પણ તેણીનો ના તો સંપર્ક થયો ના તો તેની કોઈ ભાળ મળી હતી. જ્યાં બાદમાં આઘાતમાં સરી પડેલા પ્રકાશભાઈ હસમુખભાઈ પંડ્યાનું હાર્ટ અટેક આવતા મોત નીપજ્યું હતું. પરિવારે આ મામલે વરાછા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વરાછા પોલીસ દ્વારા આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં લૂંટેરી દુલ્હન આણી ટોળકીએ પ્રકાશ ભાઈને વિશ્વાસ અને ભરોસામાં લઈ રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં લૂંટેરી દુલ્હન છેલ્લા છ માસથી પણ વધુ સમયથી પોલીસ પકડથી ફરાર હતી. જેને ઝડપી પાડવા પોલીસ સતત વોચમાં હતી.
દરમ્યાન લૂંટેરી દુલ્હન સીમા પટેલ ઉર્ફે મુસ્કાન નાગપુરથી અમદાવાદ પોતાના વકીલને મળવા માટે આવી રહી છે. તે અંગેની હકીકત જાણવા મળતા વરાછા પોલીસે તાત્કાલિક ધોરણે એક ટીમને અમદાવાદ રવાના કરી હતી. જ્યાં સતત વોચમાં રહી પોતાના વકીલને મળવા આવેલી લૂંટેરી દુલ્હન સીમા પટેલ ઉર્ફે મુસ્કાનને ઝડપી પાડી હતી. જે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.