શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક પરિણીત મહિલાએ આત્મદાહનો કર્યા હોવાની હચમચાવતી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘરેલુ ઝઘડો, પતિની મારઝુડ અને અપમાનજનક વર્તનના કારણે આ પરિણીત મહિલાએ પોતાના પતિની નજર સામે જ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી અને એનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે, પત્ની આત્મદાહ કરતા અટકાવની જગ્યાએ આ નરાધમ પતી પોતાના ફોનમાં વીડિયો બનાવી રહ્યો હતો. જે વીડિયો હાલ સામે આવતા આખા સુરતમાં ખડભડાટ મચ્યો છે.
વિગતવાર વાત કરીએ તો, સુરતમાં પતિની નજર સામે જ આત્મદાહનો આ ભયાનક કિસ્સો ગત ૪ જાન્યુઆરીએ બન્યો હાવો સામે આવ્યું છે. શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી પ્રતિમા નામની મહિલાનો તેના પતિ રણજીત શા સાથે ઘરકામ અને બાળકોને લઈને અવારનવાર ઝઘડો થતો હતો. જેને કઈને ગત ૪ જાન્યુઆરીએ આ પ્રતિમાએ પોતાની જાતને ઘરમાં પતિ રણજીત શાની હાજરીમાં જ પોતાની જાતને આગ ચંપી દીધી હતી. જેથી ગંભીર રીતે દાઝેલી આ મહિલાનું નવી સિવિલ હોÂસ્પટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
બાદમાં સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું કે, ઘટનાના દિવસે ધાબા પર પડોશીઓએ ઘઉં સૂકવવા મૂક્્યા હતા, જે ઘઉં પોતાના બે દીકરાઓએ વેરવિખેર કર્યા હોવાની શંકા પતિએ વ્યક્ત કરી હતી. આ બાબતે પતિએ બાળકોને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદ પત્ની પ્રતિમા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
બાદમાં પતિ-પત્નીનો આ ઝઘડો એટલો વકર્યો કે પતિએ પત્નીને શાળાએ જવાનું બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ વાતથી વ્યથિત બનેલી પ્રતિમાએ પતિ સાથે વિરોધ કરતા બંને વચ્ચે ભારે ઝઘડો થયો. આ દરમિયાન પતિ રણજીત શા એ ગુસ્સામાં “ઘરમાં તેલ પડ્યું છે, મરી જા” જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેથી પતિના આ શબ્દો લાગી આવતા તથા સતત મારઝુડથી તૂટેલી પ્રતિમાએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર છાંટી આત્મદાહ કરી લીધો હતો.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ ભયાનક બનાવ સમયે પતિ રણજીત શા ત્યાં ઘરમાં હાજર હતો, છતાં તેણે પત્નીને આ ગંભીર પગલું ભરતા રોકવાનો જરા પર પ્રયાસ કર્યો નહીં અને હેવાન-રાક્ષકની જેમ આખી ઘટના જાતો રહ્યો અને વીડિયો પણ બનાવતો રહ્યો. આગની જ્વાળાઓમાં ઘેરાયેલી પ્રતિમાને જાઈને પણ પતિએ તેણીને બચાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો, તેવા મૃતક પ્રતિમાના પરિવારજનોનો આક્ષેપો છે. આટલું જ નહીં, આ ઘટના બાદ પતિએ આ બનાવને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મૃતકના પરિવારજનોને પણ “તે દાઝી ગઈ છે” એવું રટણ ચલાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જાકે, પ્રતિમાની હાલત ગંભીર બનતા તેને સારવાર માટે નવી સિવિલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં દસેક દિવસની સારવાર બાદ હાલ તેણે દમ તોડ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાને અકસ્માત તરીકે ખપાવવાનો પ્રયાસ કરનાર પતિ સામે હવે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સમગ્ર મામલે મૃતક પરિણીતા પ્રતિમાના પરિવારજનો પણ મીડિયા સમક્ષ આવ્યા છે. પરિવારજનોના જણાવ્યાનુંસાર, હોÂસ્પટલમાં સારવાર લેતા સમયે પ્રતિમાએ અંતિમ ક્ષણોમાં પોતાના ભાઈ પ્રકાશને ફોન કર્યો હતો. તેણીએ ફોન પર સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેણે જાતે સળગી આત્મહત્યા કરી છે અને આ પાછળ પતિની દુષ્પ્રેરણા જવાબદાર છે. ત્યારેસ આ ફોન કોલ અને મૃતકના નિવેદનથી સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે.
હાલ તો, ગત ૪ જાન્યુઆરીથી નવી સિવિલ હોÂસ્પટલમાં સારવાર હેઠળ રહેલી પ્રતિમાનું અંતે મોત નીપજ્યું છે. ત્યારે મૃતકના ભાઈ દ્વારા આપવામાં આવેલી હકીકત અને પિતાની લેખિત ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસે પતિ રણજીત શા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને પોલીસે ઘટનાસ્થળની તપાસ, મોબાઈલ વીડિયો, હોÂસ્પટલ સ્ટાફના નિવેદનો અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી છે.
આ મામલે પોલીસનું કહેવું છે કે તમામ પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ હિંસા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તેવામાં પોલીસે સમગ્ર મામલે પતિ વિરુદ્ધ આપઘા ની દુસ્પ્રેરના ગુનો દાખલ કરી પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.