શહેરમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટના બની છે. લસકાના વિસ્તારમાં દીકરાને ઝેરી દવા પીવડાવી માતાએ પણ દવા ગટગટાવી લીધી હતી. જેના પગલે માતાનું મોત થયું છે. જ્યારે પુત્રની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરમાં આવેલા લસકાના વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પીધી હતી. જેના પગલે માતાનું મોત થયું છે. જ્યારે સાત વર્ષના પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવાર પણ દોડી આવ્યો હતો. જ્યારે બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં માતાનું મોત નીપજ્યું હતું.

બીજી બાજુ, આપઘાતનું કારણ હાલ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે. આખરે કયા કારણસર મહિલાએ અંતિમ પગલું ભર્યું તેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે