સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરાયા બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. પાંચ દિવસ પહેલા અપહરણ થયા બાદ અપહરણકારોએ પરિવારજનો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. અપહરણના પાંચમાં દિવસે એટલે કે ૧૬ મેના રોજ મીઠી ખાડી વિસ્તારમાંથી સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની લાશ મળી હતી. ત્યારે ચંદ્રભાનને રિક્ષામાં લઈ જનારા રાશિદ પર પોલીસને શંકા
આભાર – નિહારીકા રવિયા જતા તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
સુરતમાં ચંદ્રભાન માતાપ્રસાદ દુબે નામના વ્યક્તિ સિક્યુરિટી એજન્સી ચલાવે છે, જે ૧૨ તારીખે રિક્ષામાં ગયા બાદ ગાયબ થયો હતા. જે રિક્ષા ડ્રાઇવરનું નામ રાશિદ છે. જેના પગલે પરિવારના સભ્યો દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ અપહરણ બાદ ચંદ્રભાન દુબેના મોબાઈલ પરથી પરિવારના સભ્યો પાસેથી ત્રણ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રભાન દુબે છેલ્લે રાશિદ નામના રીક્ષા ચાલક સાથે ગયા હતા અને ત્યારબાદ તેઓ પરત આવ્યા નથી.
પરિવારના સભ્યોઓ રિક્ષા ડ્રાઈવર રાશિદને પૂછતા તેણે કહ્યું કે, ચંદ્રભાન ખજાદ ચોકડી પર રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને ત્યારબાદ કયા ગયા છે તેની તેને ખબર નથી. ચંદ્રભાન ગુમ થયા બાદ ચાર દિવસ પછી મીઠી ખાડીમાંથી બે ટુકડામાં કોથળામાં ભરેલી લાશ મળી આવી હતી. ત્યારે બીજી તરફ રાશિદ પણ કોઈ વ્યક્તિઓના સંપર્કમાં ન હોવાથી પોલીસે પણ રાશિદ પર આશંકા વ્યક્ત કરી રહી છે. જેના પગલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી હત્યા કરનારાને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે.