સુરત રાજ્યમાં બીજા નંબરનું સૌથી વિકસિત શહેર બનવાની સાથે તેમા ક્રાઇમ રેટ પણ વધવા લાગ્યો છે. સુરતની અઠવાલાઇન્સમાં ૪૦ વર્ષના ઇસમની હત્યા કરવામાં આવી છે. મૃતક રાજુ સંગાડા મૂળ દાહોદના કાલી ગામનો રહેવાસી હતો.મૃતક નાનપુરા વિસ્તારમાં રહીને પ્લીમ્બિંગનું કામ કરતો હતો. ગતરોજ મોડી સાંજે રાજુ સંગાડાના મૃતદેહ ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પહેલાં તો બાથરૂમમાં અકસ્માતે પડી જવાથી મોત મનાતું હતું, પરંતુ મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા, તેથી કંઇક અજુગતુ થયું હોવાની શંકા ઉપજી હતી.તેના કારણે આ બનાવની જાણ સુરતની અઠવાલાઇન્સ પોલીસને કરવામાં આવી હતી બનાવની જાણ થવાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ થયા પછી ફોરેન્ચિકનો રિપોર્ટ આગળની તપાસની દિશા નક્કી કરશે.જા કે આ ઉપરાંત પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ તેના કબ્જામાં લીધો છે અને તેની પણ ચકાસણી શરૂ કરી દીધી છે. તેના કોલિંગ ડેટા મેળવ્યા છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસને તેમાથી મહત્વની કડી મળશે તેવો વિશ્વાસ છે. પોલીસે આ ઉપરાંત મૃતકની જાડે કામ કરનારા, તેના મિત્રો અને સગાસંબંધીઓની પણ પૂછપરછ આદરી છે. આ સિવાય તેને કોઈની સાથે માથાકૂટ થઈ હતી, પૈસાની લેતીદેતીમાં બનાવ બન્યો છે, આડાસંબંધથી લઈને પ્રેમસંબંધ તથા કૌટુંબિક અદાવત, જમીનની મુશ્કેલી, વ્યાજખોરોની ચુંગાલ જેવા એન્ગલથી પણ તપાસ શરૂ કરી છે.









































