સુરતઃ શહેરના સચિન રોડ પર આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદી સાથે જાડાયેલી બંધ હાલતમાં પડેલી જ્વેલરી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે લાગેલી આગે ગ્રાઉન્ડ ફ્લોર સાથે પ્રથમ માળને પણ ઝપેટમાં લઈ લીધો હતો. જાકે ફાયર બ્રિગેડની ભારે મહેનત બાદ અંદાજે ૬ કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી ગઈ હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની તીવ્રતા એટલી વધારે હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જાવા મળ્યા હતા. જીઈઢ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ રીતે આગ લાગવી પણ અનેક સવાલો ઉભા કરે છે. સદનસીબે, કંપની બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ કંપનીમાં રહેલા મહત્વપૂર્ણ દસ્તાવેજા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આ કંપની લાંબા સમયથી બંધ હાલતમાં હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા અગાઉ રેડ કરી કંપનીને સીલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં કંપનીમાં આગ કેવી રીતે લાગી તે મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આગની ઘટના બાદ અનેક આશંકાઓ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે કંપનીમાંથી અગાઉ મશીનરી અને કીમતી જ્વેલરીઓની ચોરી થઈ હોવાની શક્યતા છે અને આ ચોરીને છુપાવવા માટે આગ લગાવવામાં આવી હોઈ શકે છે. જા પાવર સપ્લાય બંધ હતો, તો શોર્ટ સર્કિટની શક્યતા કેટલી? કે પછી આગ જાણબૂઝી લગાવવામાં આવી?—આ તમામ મુદ્દાઓને લઈને તપાસની માગ તેજ બની છે.
હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ, સીલિંગ બાદની એન્ટ્રી-એગ્ઝિટ વિગતો અને અગાઉ થયેલી કાર્યવાહીનો રેકોર્ડ તપાસવામાં આવી રહ્યો છે. જા આગ લગાવવાની વાત સાબિત થાય તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
ભાગેડુ નિરવ મોદી સાથે જાડાયેલી કંપનીમાં આગની આ ઘટના માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ મોટા કૌભાંડનો ભાગ—તે આવનારા દિવસોમાં તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ત્યારે હાલ તો આ ઘટનાએ સુરતના ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા જગાવી છે અને કાયદાકીય એજન્સીઓની ભૂમિકા પર પણ નજર ટકાવી છે.






































