સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે પ્રદૂષણના મુદ્દા પર સુનવાણી થઈ હતી. આ દરમિયાન યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી આવતી પ્રદૂષણયુક્ત હવા દિલ્હીને પ્રભાવિત કરી રહી છે. યુપી સરકારે તર્ક આપ્યો છે કે, યુપીના ઉદ્યોગોનો ધુમાડો દિલ્હી તરફ નથી આવતો, એતો બીજા જગ્યાએ જતો રહે છે.
હકીકતમાં જાઈએ તો, સુનાવણી દરમિયાન થોડી હળવાશની ક્ષણો પણ આવી. યુપી સરકાર તરફથી હાજર રહેલા વકીલ રંજીત કુમારે કહ્યું કે, અમારી તરફથી હવા દિલ્હી નથી આવતી. અમે ખુદ હવાના પ્રવાહના ક્ષેત્રમાં છીએ. આ હવા પાકિસ્તાન તરફથી આવી રહી છે. તો વળી જસ્ટિસ સીવી રમન્નાને મજાકના સ્વરમાં કહ્યું કે, તો આપ પાકિસ્તાનના ઉદ્યોગ બંધ કરાવા માગો છો ?
સુપ્રીમ કોર્ટે આ મામલામાં આગામી શુક્રવાર સુધી સુનાવણી ટાળી દીધી છે. કોર્ટે યુપી સરકારને કહ્યું કે, શેરડી, ખાંડ અને દૂધના કારખાનાને વધારે સમય સુધી ચાલૂ કરવાની માગને લઈને ટાસ્ટ ફોર્સ કમિટી સમક્ષ અરજી આપો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર દ્વારા બનાવામાં આવી રહેલ હોસ્પિટલના નિર્માણને ચાલુ રાખવાની મંજૂરી આપી છે.