અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. અમરેલીમાં રહેતા મોહિતભાઈ જગદીશભાઈ પરમાર (ઉ.વ.૨૮)એ અજાણ્યા ટ્રક ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરિયાદીની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ આઇ-૧૦ નીયોસ ગાડી આર.ટી.ઓ રજી. નં. ય્ત્ન-૧૪-ૈંઝ્ર-૧૧૩૮ ફોરવ્હીલ ગાડીને ટક્કર મારી હતી. જેમાં તેમને જમણી બાજુની ગરદન પાસે તથા બંને હાથમાં મુંઢ ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઇને નાસી ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એચ.પી. વેગડા વધુ તપાસ કરી રહ્યા છે.