૨૦૨૬ માં, વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સાધારણ લક્ષ્યનો પીછો કરતા ૧૫ વર્ષીય વૈભવે યશસ્વી જયસ્વાલ સાથે મળીને રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સનો ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. વૈભવે પહેલા જ બોલથી ચેન્નાઈના બોલરોને નિશાન બનાવ્યા અને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે માત્ર ૧૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે રાજસ્થાન રોયલ્સ માટે અડધી સદી ફટકારનાર બીજા સૌથી ઝડપી બેટ્‌સમેન બન્યા.
યશસ્વી જયસ્વાલ રાજસ્થાન માટે સૌથી ઝડપી આઇપીએલન્ અડધી સદીનો રેકોર્ડ ધરાવે છે. તેણે આઇપીએલ ૨૦૨૩માં માત્ર ૧૩ બોલમાં અડધી સદી ફટકારી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે વૈભવે અગાઉ આઇપીએલ ૨૦૨૫માં ૧૭ બોલમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ નવી સીઝનની શરૂઆત સાથે, તેણે પોતાના રેકોર્ડમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેણે ૧૭ બોલમાં ૫૨ રન બનાવ્યા. તેણે પોતાની અડધી સદીની ઇનિંગમાં ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા. વૈભવે ૪ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા.
આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી ઝડપી અડધી સદી
૧૩ – યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ કેકેઆર, ૨૦૨૩
૧૫ – વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ સીએસકે, ૨૦૨૬*
૧૭ – વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ જીટી ૨૦૨૫
૧૮ – જાસ બટલર વિરુદ્ધ ડીસી ૨૦૧૮
વૈભવ સૂર્યવંશી હવે આઇપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સંયુક્ત ત્રીજા ભારતીય બેટ્‌સમેન બન્યા છે. તેમણે યુસુફ પઠાણની બરાબરી કરી છે. યુસુફ પઠાણે પણ ૧૫ બોલમાં અડધી સદી ફટકારી હતી.આઇપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે. બીજા ક્રમે કે એલ રાહુલ છે.કેએલ એ માત્ર ૧૩ બોલમાં ૫૦ રનનો આંકડો પૂરો કર્યો.
આઇપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ભારતીયો
૧૩ – યશસ્વી જયસ્વાલ,૧૪ – કેએલ રાહુલ,૧૫ – યુસુફ પઠાણ,૧૫ – વૈભવ સૂર્યવંશી,૧૬ – સુરેશ રૈના,૧૬ – અભિષેક શર્મા,૧૬ – ઇશાન કિશન
વૈભવ સૂર્યવંશીએ ગયા સિઝનમાં આઇપીએલમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ત્રીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ૩૫ બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી હતી. હવે,આઇપીએલ ૨૦૨૬માં, તેણે પોતાની પહેલી જ મેચમાં તોફાની અડધી સદી ફટકારીને વિરોધી ટીમમાં ખળભળાટ મચાવી દીધો છે.