સિહોર તાલુકામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને કારોબાર સામે સિહોર પોલીસ દ્વારા ઐતિહાસિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સર અને સખાવદર ગામની સીમ પર કરકોલિયા રોડ નજીક આવેલી “મરબી ઢોરાવાળી” તરીકે ઓળખાતી વાડીમાં લાંબા સમયથી ગાંજો અને અફીણની ખેતી ચાલી રહી હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે વિશેષ ટીમ બનાવી વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે ૧૦૮૭.૫૨ કિલો લીલો પોશ ડોડા અફીણ (રૂ. ૧૦,૮૬,૯૮,૦૦૦), ૨૬.૦૬૦ કિલો સુકો પોશ ડોડા (રૂ. ૩,૯૦,૯૦૦) અને ૧૯.૧૪૦ કિલો લીલો ગાંજો (રૂ. ૧,૯૧,૪૦૦) મળી કુલ રૂ. ૧૦,૯૨,૮૫,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને પોલીસે બે શખસોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.









































