બોલીવુડ અભિનેતા અને નિર્માતા આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ હવે યુટ્યુબ પર દસ્તક આપી છે. આ ફિલ્મને યુટ્યુબ પર પે-પર-વ્યૂ મોડેલ હેઠળ રજૂ કરવામાં આવી છે. જાકે, હવે એપલ ડિવાઇસ યુઝર્સ ફિલ્મના જણાવેલા ભાવ કરતાં વધુ ભાડું જાઈ રહ્યા છે, જેના માટે આમિર ખાને હવે પોસ્ટ કરી છે.
આમીર ખાનની પ્રોડક્શન કંપની આમિર ખાન પ્રોડક્શન્સે આ ટેકનિકલ ખામી માટે તેના સત્તાવાર ઠ એકાઉન્ટ દ્વારા દર્શકોની માફી માંગી છે અને ખાતરી આપી છે કે ટીમ ટૂંક સમયમાં આ ખામીને સુધારવા માટે કામ કરી રહી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે હૃદયથી માફી માંગીએ છીએ. અમને તાજેતરમાં માહિતી મળી છે કે એપલ ડિવાઇસ પર ફિલ્મની કિંમત વધુ દેખાઈ રહી છે. અમે તેને ટૂંક સમયમાં સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
‘સિતારે જમીન પર’ આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા મુખ્ય ભૂમિકામાં જાવા મળ્યા છે, જ્યારે દસ નવા ઉભરતા કલાકારોએ પણ તેમની સાથે અભિનય કર્યો છે. ફિલ્મના ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે અને સંગીત શંકર-એહસાન-લોયની પ્રખ્યાત ત્રિપુટી દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે અને દિવ્યા નિધિ શર્મા દ્વારા લખવામાં આવ્યું છે.
આ ફિલ્મ ૨૦ જૂન ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે તેને યુટ્યુબ પર લાવીને, આમિર ખાને ફરી એકવાર ડિજિટલ માધ્યમ દ્વારા સમાજના એક મોટા વર્ગ સુધી સિનેમા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.