ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં શ્રીલંકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં, તેણે ૨૬ બોલમાં ૪૫ રનની તોફાની ઇનિંગ રમી, જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે, તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને, સિકંદર રઝાએ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માનો એક મોટો રેકોર્ડ તોડ્યો.
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ૩૯ વર્ષ અને ૩૦૧ દિવસની ઉંમરે શ્રીલંકા સામે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ સાથે, તે આઇસીસી ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે. તેણે ૩૯ વર્ષ અને ૩૦૧ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી. તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો, જેણે ૨૦૨૫માં ચેÂમ્પયન્સ ટ્રોફીમાં ૩૭ વર્ષ અને ૩૩૧ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. સિકંદર રઝા ટી ૨૦ વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પીઓટીએમ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો.
સિકંદર રઝા હવે ટી ૨૦ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર બીજા સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ બાબતમાં તેણે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને પાછળ છોડી દીધો. હવે તે આ યાદીમાં ફક્ત સનથ જયસૂર્યાથી પાછળ છે. જયસૂર્યાએ ૩૯ વર્ષ અને ૩૪૫ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. બીજી તરફ, શોએબ મલિકે ૩૯ વર્ષ અને ૨૭૯ દિવસની ઉંમરે ટી ૨૦ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચમાં, શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૮ રન બનાવ્યા. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી, ૪૧ બોલમાં ૬૨ રન બનાવ્યા. બ્રાયન બેનેટની અડધી સદી અને રાયન બર્લ અને સિકંદર રઝાની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે ઝિમ્બાબ્વેએ આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. બેનેટે ૪૮ બોલમાં ૬૩ રન બનાવ્યા, જ્યારે બર્લે ૧૨ બોલમાં ૨૩ રન બનાવ્યા.