અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા હાર્દિકસિંહ ડોડીયાની આગેવાનીમાં આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રા રાજુલા પહોંચી હતી. અહીં, વિવિધ કાર્યક્રમો યોજીને સૈનિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને સરકારને સમર્થનનો સંદેશ મોકલાયો. શહીદ રથ પર પુષ્પાંજલિ અને સિંદૂર વૃક્ષના રોપણ જેવી પ્રવૃત્તિઓમાં રાજુલા શહેર અને તાલુકાના ભાજપ સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.