સિંગાપોરમાં એક ભારતીય નાગરિકે શરમજનક કૃત્ય કર્યું છે. ૫૮ વર્ષીય ભારતીય વ્યક્તિએ એક સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. છોકરી માત્ર ૧૧ વર્ષની હતી. તે સાંજે કંઈક ખરીદવા માટે તેની દુકાન પર આવી હતી, ત્યારે જાનવર તક ઝડપીને તેનું બળજબરીથી જાતીય શોષણ કર્યું. હવે કોર્ટે ગુનેગારને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કોર્ટના નિર્ણય મુજબ, દોષિત વ્યક્તિએ ૧૧ વર્ષની છોકરી પર બે વાર જાતીય હુમલો કર્યો હતો. આ ગુના માટે તેને ગુરુવારે ૧૪ વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી હતી. સિંગાપોર હાઈકોર્ટે કહ્યું કે રામલિંગમ સેલ્વાસેકરન (૫૮) ને તેમની વૃદ્ધાવસ્થાને કારણે કોરડા મારવામાં આવશે નહીં, પરંતુ તેમને કોરડા મારવાના બદલે ૧૪ વર્ષ, ત્રણ મહિના અને બે અઠવાડિયાની સજા ફટકારવામાં આવશે. ‘ધ સ્ટ્રેટ ટાઇમ્સ’ એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સેલ્વાસેકરનને ૭ જુલાઈના રોજ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.
કેસ અનુસાર, આ ગુનો ૨૮ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સાંજે ૪ઃ૫૦ થી ૫ઃ૦૫ વાગ્યાની વચ્ચે થયો હતો, જ્યારે છોકરી સિંગાપોરના પશ્ચિમ કિનારે જુરોંગ વેસ્ટમાં તેમની એક દુકાનમાં કંઈક ખરીદવા આવી હતી. ટ્રાયલ દરમિયાન, સેલ્વાસેકરને પોતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ૩૦ જુલાઈના રોજ તેને સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે તેની સજા સામે અપીલ કરશે.
અપીલ બાકી રહે તે પહેલાં દોષિતને ૮૦,૦૦૦ સિંગાપોર ડોલરમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સેલ્વાસેકરને જજને તેની જામીનની શરતોમાં રાહત આપવાની વિનંતી કરી. જાકે, જજ આઈદાન જૂએ તેનો ઇલેક્ટ્રોનિક ટેગ (સામાન્ય રીતે ગુનેગારના પગ પર તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે લગાવવામાં આવે છે) દૂર કરવાની અને પોલીસ છાવણી પરિસરમાં નિયમિત તપાસમાંથી મુક્તિ આપવાની તેમની વિનંતીને નકારી કાઢી.