અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ નંબર પાંચ આસોપાલવ સોસાયટીમાં રોડનું ખાતમુહૂર્ત થયું હતું. હાલમાં વોર્ડ નંબર પાંચમાં ઠેર ઠેર નવા રોડ બનશે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની મહેનતથી વોર્ડ નંબર પાંચમાં રોડ, પાણીના ટાંકા તથા સ્મશાનની અંદર ૨૫ લાખના કામ થશે. તેમજ સ્નાન ઘાટ તથા ઘણા વિકાસના કામો અંદાજિત દસ કરોડના કામ ચાલુ છે. તેમજ શાળા નં ૪નું નવિનીકરણ કરવામાં આવ્યું હતું.