સાવરકુંડલા ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો શુભારંભ થયો છે, જેમાં આજે ચેસ અને યોગાસનની સ્પર્ધાઓ યોજાઈ હતી. તાલુકા શાળા, સાવરકુંડલાના ધોરણ ૭ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બોસમીયા જીત યોગાસનની સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે આવ્યો હતો, જ્યારે પરમાર રુદ્ર અંડર-૧૪ ચેસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવ્યો હતો. આ બંને વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું ગૌરવવંતુ પ્રતિનિધિત્વ કરશે.






































