સાવરકુંડલા-જેસર રોડની અત્યંત ખરાબ હાલતથી વાહનચાલકો અને જી્ બસ ડ્રાઇવરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.માર્ગ પરના મોટા ખાડાઓને કારણે દૈનિક ધોરણે પસાર થતી એસ.ટી. બસો વારંવાર ફસાઈ જાય છે.આના પરિણામે બસોના નીચેના ભાગને સતત ઘસારો લાગે છે અને સાઇલેન્સર જેવા મહત્વના પાટ્ર્સ તૂટી રહ્યા છે. આ સમસ્યાને લીધે એસ.ટી. નિગમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.ગ્રામજનોની દ્વારા વારંવારની રજૂઆતો છતાં આ ગંભીર સમસ્યા પર કોઈ ધ્યાન અપાઈ રહ્યું નથી, જેના કારણે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.









































